


વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના આધેડે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકના અગાભી પીપળીયા ગામે રહેતા હરેશ લખમણભાઈ પરમાર (ઉ. ૪૦) નામના આધેડગત તા.૩૧-૫ ના રોજ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગઈકાલે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

