


મોરબીના ચાચાપર,ખાનપર,થોરાળા,વાવડી,માણેકવાડા ગામડાઓને પાણી પુરવઠા તંત્ર તરફથી પાઈપ લાઈન દ્વારા નર્મદા યોજનાનું પાણી આપવામાં આવે છે.પરંતુ નર્મદા યોજનાનું પાણી આપવાને બદલે સુત્રો દ્વારા મળતી વિગત મુજબ કુવાનો બોરનું ગંદુ ડહોળું અને પીવાલાયક ન હોય તેવું પાણી આપવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.અતિ ડહોળા પાણી વિતરણથી રોગચાળો ફાટી નીકળવાનો ભય વ્યાપ્યો છે.તેથી વહેલી તકે ચોખ્ખા નર્મદા નીરનું વિતરણ કરવા માંગ કરાઈ છે.

