જલારામ મંદીર દ્વારા માં આશાપુરાની પદયાત્રા દરમિયાન વિના મૂલ્યે ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત

મોરબી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષ માં આશાપુરા ની પદયાત્રા દરમિયાન સેવા કેમ્પ નુ આયોજન કરવામા આવ્યું છે. ત્યારે પ્રવર્તમાન વર્ષે પદયાત્રા દરમિયાન કોઈ અકસ્માતના બનાવ બને તો તાત્કાલીક સારવાર ઉપલબ્ધ થઇ શકે તેમજ મહામુલી માનવ જીંદગી બચાવી શકાય તે હેતુસર સંસ્થા દ્વારા ૨૪ કલાક એમ્બ્યુસન્સ સેવા કાર્યરત કરવામા આવી છે.
આ સંસ્થા ની પાંખ એવા જલારામ સેવા મંડળ ના પ્રમુખ નિર્મિત કક્કડ દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયા ને પદયાત્રીઓ ને રેડીયમ જેકેટ વિતરણ અંગે રજુઆત કરવામા આવી હતી ત્યારે માળીયા પોલીસ મથક ના પી.એસ.આઈ. સહીત ના પોલીસ સ્ટાફ દ્વારા સુરજબારી ના પુલ ખાતે દરેક પદયાત્રિકો ને નાઈટ રીફ્લેક્ટર લગાવવા મા આવી રહ્યા છે. તે બાબતે રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના હરીશ ભાઈ રાજા એ માળીયા પોલીસ ની કામગીરી ની પ્રશંસા કરી બિરદાવી હતી. તે ઉપરાંત હરીશ ભાઈ રાજા એ પદયાત્રા દરમિયાન ૨૪ કલાક વિનામુલ્યે એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ફીરોઝ ભાઈ-૯૮૨૫૦૯૨૪૬૮ તેમજ હીતેશ ભાઈ જાની- ૯૮૨૫૩૨૬૭૨૯ પર સંપર્ક કરવા જણાવ્યુ છે.

Comments
Loading...
WhatsApp chat