Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ અને કાર સહિત રૂપિયા ૨.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સ્વીફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો લઈને નીકળેલા  શખ્સને ઝડપી અને તેને દારુ આપનાર શખ્સનું નામ જાણી તેને ઝડપવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ ટંકારા પોલીસે બાતમીને મળી હતી કે મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર નંબર જી.જે.૧૦  એ.સી. ૭૭૨ વાળમાં  દેશીદારૂની હેરાફેરી કરી રહ્યા છે જેથી ટંકારા પોલીસે જુદા જુદા બાચકામાં ભરેલ દેશીદારૂ લીટર ૬૦૦  કિંમત રૂપિયા ૧૨૦૦૦  તેમજ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા ૨  લાખ સાથે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા આરોપી રવિ હેમંતભાઈ કુવરીયા ઉ.વ.૨૫ વાળાને ઝડપી લીધો હતો.તો આરોપી પ્રાથમિક પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી મનસુખ કોળીએ ભરી આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોધી દારૂની પૂરો પાડનાર શખ્સે ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ દરોડા ની કામગીરીમાં ટંકારા પી.એસ.આઈ બી.ડી.પરમાર, આઇ.ટી.જામ, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat