


મોરબી જીલ્લામાં અકસ્માતોની વણઝાર ચાલી છે ત્યારે વધુ એક અકસ્માતમાં જેતપર રોડ પર બેલા નજીક ત્રિપલ સવારી બાઈકને ડમ્પરના ચાલકે ઠોકર મારતા બાઈક સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજા થતા એકનું મોત થયું છે જયારે બાકી બેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
મોરબી જેતપર રોડ પર આવેલા બેલા નજીક ગત રાત્રીના સમયે ત્રિપલ સવારીમાં જઈ રહેલા બાઈકને ડમ્પર નં જીજે ૧૨ એટી ૬૫૯૭ ના ચાલકે બાઈકને ઠોકર મારી હતી જેને પગલે બાઈકચાલક હિતેશ સિંધવ (ઊ.વ. ૩૫) તેમજ તેની પાછળ બેસેલા અંબાલાલભાઈ સિંધવ (ઊ.વ. ૪૦) રહે. બંને ટીકર તા. હળવદ તેમજ મુકેશ રાઠોડ (ઊ.વ. ૧૯)રહે. કોંઢ તા. ધ્રાંગધ્રાએ ત્રણને ગંભીર ઈજા થઇ હતી અને મોરબી સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર મળે તે પૂર્વે જ હિતેશ સિંધવ નામના યુવાને દમ તોડ્યો હતો
જયારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા અકસ્માતના બનાવ અંગે ઈજાગ્રસ્ત મુકેશ રાઠોડની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે. મોરબી નજીકની આરૂ સેનેટરી વેર નામની ફેકટરીમાં કામ કરીને પરત ફરતા ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો જેમાં એકનું મોત થયું હતું જયારે અન્ય બેને ઈજા પહોંચી છે.

