

મોરબી નવલખી રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં પુરપાટ વેગે દોડતા ડમ્પરના ચાલકે ત્રણ વર્ષની માસૂમને ઠોકરે ચડાવતા માસૂમનું કરુણ મોત નીપજ્યું છે
બનાવની મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલ બરવાળા નજીક ઝૂપડપટ્ટીમાં રહેતા બુચા સુર સિંગ આદિવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર જીજે ૧૨ બીવી ૫૭૨૭ ના ચાલકે બરવાળા રેલ્વે સ્ટેશન નજીક ફરિયાદીની દીકરી મુન્ની (ઉ.વ.૦૩) વાળીને ઠોકર મારતા બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે