ત્રિમંદિર નજીક પુરપાટ દોડતા ડમ્પરની ટ્રોલી છૂટી પડી ગઈ, અને ગાડીઓ પર ચડી ગઈ…..

મોરબીના નવલખી રોડ પર છાશવારે અકસ્માતો સર્જાતા હોય છે હજુ હમણાં જ બે ડમ્પર સામસામે અથડાયાની ઘટના બાદ આજે ફરીથી માતેલા સાંઢ ની જેમ દોડતા ડમ્પરની ટ્રોલી છૂટી પડી જતા ગાડીઓ પર ચડી ગઈ હતી

મોરબી નવલખી હાઈવે પરથી પુરઝડપે પસાર થઇ રહેલા ડમ્પરની ટ્રોલી ચાલુ સ્પીડે છૂટી પડી ગઈ હતી નવલખી રોડ પર આવેલા ત્રિમંદિરમાં રવિવારે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે તો આજે એક સમારોહને પગલે અનેક ગાડીઓ પાર્કિંગમાં પડી હતી ત્યારે ટ્રોલી ડમ્પરથી છૂટી પડી જઈને પાર્કિંગની ગાડીઓ પર ફરી ગઈ હતી જેમાં સદનસીબે કોઈ જાનહાની ના થઇ હતી પરંતુ ત્રણ જેટલી ગાડીઓમાં નુકશાન થયું હતું તો કોલસો પણ રોડ પર પથરાયો હતો

અવારનવાર ડમ્પર ચાલકો અકસ્માત સર્જતા હોય છે તો આજે આ બનાવથી મંદિરે આવેલા લોકોમાં ગુસ્સો અને ભય બંને જોવા મળ્યો હતો અને પુરપાટ દોડતા ડમ્પરના ચાલકો સામે હાઈવે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ કરતા જોવા મળ્યા હતા

Comments
Loading...
WhatsApp chat