


મોરબી શહેર અને જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે મેઘરાજાની કૃપા વરસી છે સોમવારે મોરબી જિલ્લામાં મેઘસવારી શરૂ થયા બાદ મોડી રાત્રીના ફરીથી મેઘાએ જોરદાર બેટિંગ કર્યું હતું તો મેઘરાજાની મહેર વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં નવા નીરની આવક થઇ છે
મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં નવા નીરની આવક થઇ છે ડેમ સાઈટ પર વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલ વરસાદને પગલે મચ્છુ ૨ ડેમનો જીવંત જળ જથ્થાની સપાટી ૭ ફૂટ પહોંચી છે અને ડેમમાં ૨૯૮ MCFT પાણીનો જથ્થો થયો છે જેથી હાલ પુરતું મોરબી પરથી જળ સંકટ ટળી ગયું છે મોરબીના મચ્છુ ૨ ડેમના તળિયા દેખાવા લાગ્યા હતા અને એકાંતરા પાણીકાપ શરુ કરવામાં આવ્યો હતો ત્યારે નવા નીરની આવકથી નગરજનોમાં ખુશી વ્યાપી ગઈ છે. અને હાલ પુરતું જળ સંકટ પણ ટળી ગયું છે તો દર વર્ષની જેમ મેઘરાજા મહેર વરસાવી મચ્છુ ૨ ડેમ ભરી દે તેવી પ્રાર્થના પણ લોકો કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો પાર રહ્યો નથી અને હરખભેર ખેડૂતો ખેતરમાં કામ કરવા લાગ્યા છે

