


મોરબીના એસટી ડેપોના અણધડ વહીવટથી મુસાફરો અને ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીમાં ભારોભાર નારાજગી જોવા મળે છે નિયમિત સફાઈના અભાવે ગંદકી જોવા મળે છે હજુ મોરબીમાં વરસાદ નથી છતાં અહી પાણી ભરાયેલું જોવા મળે છે
મોરબીના નવા બસ સ્ટેશનમાં હજુ તો ગત સપ્તાહે જ ખાનગી ઘડિયાળ કંપની દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અને ડેપોના તમામ ખૂણામાં ભરાયેલી ગંદકી સાફ કરવામાં આવી હતી પરંતુ ડેપોના જવાબદાર અધિકારીઓની બેદરકારીથી શૌચાલયના ખાર કુવા અને ઉપરની ટાંકીમાંથી પાણી ટપકતું હોય જેથી ગંદુ પાણી ભરાયેલું રહે છે ડેપોમાં પાછળના ભાગે ઇન્ટરસીટી સ્ટેન્ડ પાસે ગંદુ પાણી કાયમી ભરેલું જોવા મળે છે અને હાલ ચોમાસાની ઋતુમાં ગંદા પાણીથી રોગચાળો ફેલાય સકે છે પરંતુ જવાબદાર તંત્ર સફાઈ બાબતે બેદરકારી દાખવે છે શૌચાલયની નિયમિત સફાઈ નથી થતી તો ખાર કુવાની સફાઈમાં પણ બેદરકારી દાખવાય છે જેથી ગંદકી વધુ ફેલાય છે તો તંત્રના પાપે મુસાફરોને આવી ગંદકીનો માર ધરાર સહન કરવો પડે છે.

