વાંકાનેરમાં બે જૂથ વચ્ચે છુટાહાથની મારમારી, સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે પોતાની જમીનમાં થાંભલા ખોડેલ હોય જેમાં ખાડા પુરવા બાબતે બે જૂથ વચ્ચે બધડાટી બોલી હતી.જે મામલે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે

મળતી વિગત મુજન વાંકાનેરના ભીમગુડા ગામે રહેતા બાજુબેન રતીલાલ વીંઝવાડીયા (ઉ.૫૫) વાળાની જમીન ગામની સીમમાં આવેલ હોય જ્યાં વાડીના શેઢે થાંભલા ખોડેલા હોય જે ખાડા પુરવાનુ કામ કરતા હતા ત્યારે આ કામના આરોપીઓ મુળજીભાઈ ટપુભાઈ વિંજવાડીયા,વરસીંગભાઈ ટપુભાઈ, લવજીભાઈ ટપુભાઈ, પ્રવીણભાઈ મુળજીભાઈ, જુગાભાઈ મુળજીભાઈ, ચંદાભાઈ મુળજીભાઈ, ગોપાલભાઈ વરસીંગભાઈ, કંચનબેન મુળજીભાઈ, ગોદીબેન લવજીભાઈ, સવીતાબેન વરસીંગભાઈ ,સનીબેન જગાભાઈ, નીતાબેન પરવીનભાઈ રહે- બધા ભીમગુડા ગામ વાળાઓએ હાથમાં લાકડી-ધોકા વડે આવીને ફરી તથા સાહેદ ભરત અને સંગીતાબહેન ને “ અમારી જમીનમાં થાંભલા પાડેલા છે આ થાંભલા અમે પાડી દેવાના “ તેમ કહીને આરોપીઓએ ફરી બાજુબહેન થતા સાહેદને લાકડીના ધોકા વડે મારીમારીને ઈજાઓ પહોચાડી હતી જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તો સામાપક્ષે કંચનબેન મુળજીભાઈ વીંઝવાડીયા (ઉ.-૫૦) વાળાએ આરોપી બાજુબેન ટપુભાઈ વિંઝવાડીયા, ભરતભાઈ રતીલાલ વીંઝવાડીયા, સંગીતાબેન ભરતભાઈ વીંઝવાડીયા, હર્ષદભાઈ રતીલાલ વીંઝવાડીયા, ગણેશ જાદવભાઈ વીંઝવાડીયા , ડાયાભાઈ જાદવભાઈ વીંઝવાડીયા, ઠાકરભાઈ ગણેશભાઈ વીંઝવાડીયા, પીંટુભાઈ શાર્દુલભાઈ વીંઝવાડીયા, જીતુબેન ગણેશભાઈ વીંઝવાડીયા, વીનુબેન ડાયાભાઈ વીંઝવાડીયા રહે- બધા ભીમગુડા ગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે.તો વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat