વાંકાનેરમાં વારંવાર ફાટક બંધ રહેતી હોવાથી વાહનચાલકોને ભારે પરેશાની

 

વાંકાનેરમાં વારંવાર ફાટક બંધ રહેતી હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જે મામલે એડવોકેટ મિતુલ ખારગીયાએ રજૂઆત કરી છે

વાંકાનેર રેલ્વે સ્ટેશન આસપાસ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ રેલ્વે ફાટક મામલે હસનપર ગામના એડવોકેટ મિતુલ જેસિંગભાઈ ખારગીયાએ રેલ્વે તંત્રને રજૂઆત કરી જણાવ્યું છે કે નીતિ નિયમોને રેલવે તંત્રએ નેવી મૂકી દીધું હોય તેમ મન ફાવે તેમ રેલવેના કર્મચારીઓ વહીવટ ચલાવતા હોય જેથી અન્ય વાહન ચાલકોને ફાટક બંધ રહેતી હોવાથી હાલાકીનો સામનો કરવો પડે છે રેલવેના તંત્રના નિયમો અનુસાર ૫ થી ૧૪ મિનીટ સુધી ફાટક બંધ રાખવામાં આવતી હોય છે જ્યારે વાંકાનેર રેલવે સ્ટેશનમાં સતત અવરજવર કરતી માલગાડી ઉપરાંત અન્ય ડેમુ ટ્રેન અને ઇન્ટરસીટી ટ્રેનની આવક જાવક રહેતી હોવાથી રેલ્વે ફાટકના કર્મચારી દ્વારા ૩૦ થી ૪૦ મિનીટ સુધી સતત ફાટક બંધ રાખે છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat