મોરબીમાં સરકારે ફાળવેલા છ પ્લોટ પચાવી પાડવાનો કારસો, આત્મવિલોપનની ચીમકી

નિયમ મુજબ બાંધકામ છતાં કનડગતથી પરેશાની

મોરબીમાં સરકારી આવાસ યોજના હેઠળ ફાળવેલા પ્લોટમાં લાભાર્થીઓ દ્વારા નિયમ મુજબ બાંધકામ કરવા છતાં રાજકીય વગ ધરાવનાર ઈસમો દ્વારા પ્લોટ પચાવી પાડવાનો કારસો રચવામાં આવી રહ્યો હોવાની અરજીથી ચકચાર મચી છે

મોરબી ઘાંચી પિંજારા જમાત દ્વારા જીલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પંડિત દીનદયાળ આવાસ યોજના મોરબીના ગરીબ લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે વજેપર ગામના સર્વે નં ૧૪૧૫ પૈકીની જગ્યામાં હાઈકોર્ટના આદેશ મુજબ પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે જે પૈકીના પ્લોટ નં ૩૮૧ થી ૩૮૬ ના લાભાર્થોને પ્લોટ ફાળવણી કરી છે અને નગરપાલિકા દ્વારા બાંધકામ કરવા માટેની મંજુરી આપવામાં આવી છે સમાજ કલ્યાણ ખાતા તરફથી બાંધકામ સહાય આપી છે અને પ્લોટ નં ૩૮૧ થી ૩૮૬ પ્લોટના લાભાર્થીઓ સરકાર તરફથી ફાળવેલ જગ્યાએ નગરપાલિકા દ્વારા મંજુર થયેલ નકશા મુજબ બાંધકામ કરી રહયા છે

પરંતુ રાજકીય વગ ધરાવતા બિલ્ડર દ્વારા ધાક ધમકી આપી બાંધકામ રોકવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે અને મોરબી નગરપાલિકાના અધિકારી પોતાની સત્તાનો દુરુપયોગ કરી મદદગારી કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને અંતમાં લાભાર્થીઓના પ્લ્તોમાં થતા બાંધકામ રોકવાના પ્રયત્નોને પગલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે અન્યથા ન્યાય નહિ મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને આત્મ વિલોપન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે

અન્ય સ્થળે પ્લોટ માટે હુકમ કરાયો છે : ચીફ ઓફિસર

આ મામલે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું છે કે જમીન માપણી સર્વેમાં આ પ્લોટની જગ્યા ખાનગી માલિકીની હોય જેથી બાંધકામ અટકાવવા આદેશ આપ્યો છે છતાં બાંધકામ કરી રહ્યા છે તો કલેકટર દ્વારા યોગ્ય પગલા ભરીને અન્યત્ર પ્લોટ ફાળવાશે તેમ જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat