


મળતી વિગત મુજબ કચ્છનાં અંજારમા રહીને ડમ્પર ચલાવતા અમીર અલી સદરૂદીન ખોજા હળવદ નજીક શાપકડા અને ભલગામડા ગામ પાસે કેનાલના કામે ડમ્પરનાં લઈને ગત તા.૧૨નાં રોજ ત્યાં આવેલ હોય અને સાંજે કેનાલમાં નહાવા પડ્યા હોય તે દરમિયાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ આસપાસના રહેવાસીઓને થતા તેને ડમ્પરના માલિકનો સંપર્ક કરતા તેના માલિકે પોલીસને જાણ કરી હતી.પોલીસે ધટના સ્થળે પહોચીને ડ્રાઈવરના મૃતદેહની શોધ ખોળ શરુ કરતા આજ સવારે મૃતદેહ મળ્યો હતો અને મૃતદેહને પી.એમ.માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.