હળવદ જનસુવિધા કેન્દ્રમાં બે દિવસથી કનેકટીવીટી ખોરવાઈ, અરજદારોને ધક્કા

 

હળવદની મામલતદાર કચેરીમાં જનસુવિધા કેન્દ્રમાં છેલ્લા બે દિવસથી સર્વર ડાઉન હોય અને કનેકટીવીટી ખોરવાયેલી હોવાથી કામકાજ ઠપ્પ બનતા અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

 

હળવદ જનસુવિધા કેન્દ્રમાં ગુરુવારે બપોરથી સર્વર બંધ છે અને કનેકટીવીટીના અભાવે કચેરીમાં ડેમોશનલ સર્ટીફીકેટ સહિતની કામગીરી ઠપ્પ છે તો આ સર્ટીફીકેટ કઢાવવા માટે તા. ૧૯ સુધીની મુદત આપવામાં આવી છે જોકે ગુરુવારે તા. ૧૪ અને આજે પણ કામગીરી બંધ છે તો આવતીકાલથી બે દિવસ કચેરીમાં રજા હોય જેથી ૧૭ તારીખ સુધી અરજદારોને સર્ટીફીકેટ મળી શકશે નહિ તો સોમવારે કચેરી ખુલતા લાંબી કતારો લાગી સકે છે અવારનવાર સર્વર ડાઉન અને કનેકટીવીટી ખોરવાતા અરજદારોમાં ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે

Comments
Loading...
WhatsApp chat