મોરબી જિલ્લાના નોકરી વાચ્છુક ઉમેદવારો માટે તા. ૨૪ ના રોજ મેગા જોબ ફેર

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી અને સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૨૪/૧૦/૨૦૧૮ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે મહિલા આઇટીઆઇ, જુની ટેકનિકલ હાઇસ્કુલ પાસે,૬૦ ફુટ રોડ, શિવ હોટલ રોડ, સુરેન્દ્રનગર ખાતે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલ છે,

જેમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે,જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક,નોન મેટ્રીક /એસએસસી/ એચએચસી આઇટીઆઇ ડીગ્રી/ ડીપ્લોમા/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ બી.ડી.જોબનપુત્રા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat