મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ


માળિયાના મોવર ટીંબા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠેથી માળિયા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી રૂ.૨૦ હજારથી વધુનો મુદામાલ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસે મોવર ટીંબા વિસ્તાર નજીક આવેલ મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ખાનગી બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી આરોપી ઈશમતઅલી અબ્બાસભાઈ મોવર ભઠ્ઠી ચાલી કરી દારૂ તથા ભઠ્ઠીના સાધનો કુલ કીમત રૂ.૨૦૨૦૦ ના મુદામાલ સાથે મળી આવતા માળિયા પોલીસે તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.