વાહનચાલકો આનંદો : ટ્રાફિકના નવા નિયમોમાં તા. ૩૧ સુધી મુદતમાં વધારો કરાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

હેલ્મેટ અને પીયુસીની ઝંઝટ દિવાળીની ઉજવણને નહી નડે

        કેન્ સ૨કા૨ના ટ્રાફિકના નવા કાયદા હેઠળ વાહન ચાલકોને હેલ્મેટ પહે૨વાનું ફ૨જિયાત બનાવ્યું હોય અને PUC સહિતના દસ્તાવેજો સાથે રાખવાનો નિર્ણય અમલી બનાવવામાં આવ્યો હતો. સાથે દંડની ૨કમ પણ વધારી રૂા.૫૦૦ ક૨વામાં આવી હતી. જેને પગલે રાજ્યના વાહનચાલકોમાં નારાજગી જોવા મળી હતી અને પીયુસી તેમજ હેલ્મેટ સહિતના નિયમો માટે થોડી મુદત મળે તેવા હેતુથી અગાઉ ૧૫ ઓક્ટોબર સુધી મુદત વધારી હતી જે હવે ૩૧ ઓક્ટોબર કરવામાં આવી છે 

        અગાઉ સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોની અમલવારી માટે ૧૫ ઓક્ટોબર સુધી સમય આપીને હેલ્મેટ, લાયસન્સ અને પીયુસી જેવા દસ્તાવેજો મેળવી લેવા સુચના આપી હતી અને આ મુદત પૂર્ણ થવાને હજુ સમય છે ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી જેમાં દિવાળીના તહેવારોને ધ્યાને લઈને સરકારે મુદતમાં વધારો કરીને તા. ૩૧ ઓક્ટોબર સુધી વાહનચાલકોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે દિવાળી બાદ ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરવાનું રહેશે   

Comments
Loading...
WhatsApp chat