મોરબીના નવલખી રોડ પર છકડો પલટી મારી જતા ચાલકનું મોત

 

મોરબીના નવલખી રોડ પર ખાખરાળા ગામ નજીક છકડો રીક્ષા પલટી મારી જતા ચાલકને ઈજા થતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબીના મોડપર ગામે દેવીપુજક વાસમાં રહેતા નાગદાનભાઈ સુખાભાઈ દેલવાણીયા (ઉ.૪૦) પોતાનો છકડો જીજે ૧૦ ટીટી ૦૫૭૫ લઈને પુર ઝડપે નવલખી રોડ પર જતા હોય દરમિયાન ખાખરાળા ગામ નજીક પહોચતા છકડા રીક્ષા પરથી કાબુ ગુમાવી દેતા રીક્ષા પલટી મારી જતા ચાલક નાગદાનભાઈને ગંભીર ઈજા પહોચતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat