હળવદના શક્તિનગર ગામ નજીક બાઈક સ્લિપ થતા ચાલકનું મોત

હળવદમાં શક્તિનગર ગામ નજીક બાઈક સ્લીપ થતા ચાલકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રાના કંકાવટી ગામે રહેતા ૩૮ વર્ષીય કાંતીભાઇ જેશીગભાઇ ઝીઝુવાડીયા પોતાનું મોટર સાયકલ GJ-13-BD-1803 ચલાવી હળવદ તરફ આવી રહ્યા હતા. એ સમયે શક્તિનગર ગામથી હળવદ તરફ આવતા પુલના હળવદ તરફના ભાગે રોડ ઉપર બાઈક સ્લીપ થયું હતું. .જેને પગલે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કાંતિભાઈનું મોત નીપજ્યું હતું. આ મામલે હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat