Billboard ad 1150*250

વાંકાનેરના ચાંચડીયા અને શેખરડી ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો, ટેન્કર શરુ કરાયા

તાલુકા પંચાયતના સદસ્યના પ્રયત્નને પગલે પાણીના ટેન્કર શરુ

0 120

વાંકાનેર તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની તંગી જોવા મળતી હોય ત્યારે તાલુકા પંચાયત સદસ્યના પ્રયત્નોથી બે ગામોમાં પાણીના ટેન્કર શરુ કરવામાં આવ્યા છે અને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળે છે

વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠકમાં આવતા ચાંચડીયા અને શેખરડી એમ બે ગામોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની હોય જે મામલે ગ્રામજનોએ રાતડીયા તાલુકા પંચાયત બેઠકના સદસ્યા જીજ્ઞાશાબેન મેરને રજૂઆત કરી હોય અને તાજેતરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વાંકાનેર પધાર્યા હોય ત્યારે જીજ્ઞાશાબેન મેર દ્વારા પાણી પુરવઠા મંત્રીને અસરકારક રજૂઆત કરી હતી

અને પાણીનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી હોય જેથી તાત્કાલિક અસરથી ચાચડીયા અને શેખરડી એમ બે ગામમાં પાણીના ટેન્કરો શરુ કરાયા છે અને બંને ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બન્યો છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat