


ભવાની નગર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છતા વિશે ના વિચારો રજૂ કરતા ચિત્રો ની એક હરીફાઈ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૧ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તેમાંથી દરેક ભાગ લેનાર ને પ્રોત્સાહિત ઇનામ તથા ૧/૨/૩ નંબર લાવનારને ગર્વનર રુચિર જાની માં વરદ હસ્તે ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રોજેકટ નું ડોનેશન રાજેન્દ્રસિંહ રાણા તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ના ડી.જી. રુચિરભાઈ જાની, સોહાંગીબેન જાની, એ. જી. હેમલભાઈ શાહ,
પ્રેસિડેન્ટ ચિનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈ અઘારા, ગજેન્દ્રભાઈ મોરડીયા, રજની અઘારા, જ્યોત્સનાબેન પટેલ, જનકબેન અઘારા તેમજ સ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા. આ પ્રોજૅક્ટ ને સ્કૂલના જ શિક્ષક એવા દીપકભાઈ ચૌહાણે સફળ બનાવ્યો હતો.

