સજનપર(ઘુનડા) ગામે ગાયોના લાભાર્થે નાટકનું યોજાશે

ટંકારા તાલુકાના સજ્જનપર(ઘુનડા) ગામે “બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ” દ્વારા તા.૨૧/૧૦/૨૦૧૭ ભાઈબીજના રોજ ગાયોના લાભાર્થે સજનપર ગામ મુકામે નાટકનુ આયોજન કરવામા આવ્યું છે. જેમા મહાન ઐતિહસીક નાટક “મહારાણા પ્રતાપ યાને મેવાડી તલવાર” સાથે પેટ પકડીને હસાવતું કોમિક “બુદ્ધિનો બારદાન” રજુ કરવામા આવશે. આ મંડળ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી ગાયોના લાભાર્થે નાટકનુ આયોજન કરવામા આવે છે સજનપર ગામે ગૌ શાળામા ૮૨ ગાયોનો નિભાવ થઈ રહયો છે સાથે ગૌ શાળાના લાભાર્થે ત્રાસા મંડળ પણ ચલાવવામા આવે છે આ ગૌ શાળામા ગૌ માતા ને સમાધી આપીને ગૌ મંદિર બનાવવામા પણ આવ્યું છે આ નાટકમાં પધારવા સર્વે ધર્મ પ્રેમી તથા ગૌ પ્રેમી જનતાને બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સમસ્ત સજનપર ગામ દ્વારા ભાવ ભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat