Billboard ad 1150*250

જામદુધઈ ગામે ૭૮ વર્ષથી નાટક પરંપરા જીવંત, દશેરાના દિવસે નાટકો ભજવાશે…

0 88
Post ad 1

જામદુધઈ ગામે છેલ્લા ૭૮ વર્ષથી ગૌ-લાભાર્થે નાટક ભજવાય છે 

        જોડિયાના જામદુધઈ ગામે શ્રી જામદુધઈ ગૌ સેવા મંડળ દ્વારા રણગર્જના નાટક અને ગવાનો ગોટાળો નામનું કોમિક ભજવાશે. વર્તમાન ડિજીટલ યુગમાં લોક સંસ્કૃતિ અને લોક મનોરંજન કળા ગણાતી નાટ્યકલા લુપ્ત થતી જોવા મળી છે. અને મોટા શહેરોમાં નાટ્યાકલા મનોરંજન સાથે કમાણી કરવાના ઉદ્દેશ્યથી નાટકો અને ભવાઈ ભજવવામાં આવે છે. ત્યારે જોડિયાના જામદુધઈ ગામે છેલ્લા ૭૮ વર્ષથી નાટકકળાને સેવાકીય કાર્ય માટે જીવંત રાખવામાં આવી છે. નાટકમાંથી આવતા ફાળાની રકમ ગૌ-લાભાર્થે  તથા પક્ષીઓને ચણ અને પશુઓને ઘાસચારો આપીને જતન કરવામાં આવે છે.

Post ad 2

શ્રી જામદુધઈ ગૌ-સેવા મંડળ દ્વારા ૭૮ મું વર્ષથી નાટકકલાને જીવંત રાખી ફરી એકવાર તા.૮-૧૦-૨૦૧૯ ને મંગળવાર વિજ્યા દશમીને રાત્રે ૯-૩૦ કલાકે બજરંગ ધર્મ શાળા, પાદરના જાહેર ચોકમાં જામદુધઈ ગામે રણગર્જના નાટક સાથે પેટ પકડીને હસાવતું ગવાનો ગોટાળો કોમીક ભજવવામાં આવશે. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા તથા ધર્મના કાર્યમાં સહભાગી થવા શ્રી જામદુધઈ ગૌ-સેવા મંડળ અને શ્રી જામદુધઈ ગામ સમસ્ત દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામદુધઈ ગામના યુવા તથા ગ્રામજનોએ ૭૮ વર્ષથી સેવાકાર્ય સાથે નાટ્યકલાને પણ જીવંત રાખી છે. સાથે જામદુધઈ ગામના યુવાનોએ શરૂ કરેલ ક્રાતિકારી સેના પણ ૬ વર્ષથી નિરાધાર ગાયોને ઘાસચારો અને ભુખ્યાજનોને ભોજન આપવામાં આવે છે. સાથે ક્રાંતિકારી ચળવળના વીર શહીદોના વિચારોને લોકો સુધી પહોંચાડવા યુવાઓનુ ગ્રુપ યથાત મહેનત કરી રહ્યું છે. અને હાલ મોરબીમાં પણ ક્રાંતિકારી સેના કાર્યરત રહી સેવાકીય પ્રવૃતિ આપી રહ્યું છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat