મોરબીમાં એસ.પી તરીકે ડો. કરણરાજ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો

 

તાજેતરમાં રાજ્યમાં પોલીસ જવાનોની બદલી કરવામાં આવી છે ત્યારે મોરબી એસ.પી તરીકે ફરજ બજાવતા જયપાલસિંહ રાઠોડની અમદાવાદ ઝોન-૧ માં ડીસીપી તરીકે બદલી થયેલ છે જેના સ્થાને રાજકોટ ઝોન-૨ માં ડીસીપી તરીકે ફરજ બજવતા ડો. કરણરાજ વાધેલા મુકાયા છે.

નવનિયુક્ત એસ.પી. ડો. કરણરાજ વાઘેલાએ ગઈકાલે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો અને જીલ્લા પોલીસ વડા તરીકેની કામગીરીનો શુભારંભ કર્યો હતો.ઔધોગિક શહેર મોરબીમાં વર્ષોથી પેશી ગયેલ, શરદર્દ સમાન ટ્રાફિક સમસ્યા, લુખ્ખાગીરી જેવી અનેક સમસ્યા ઉપરાંત મોરબીમાં વસવાટ કરતા હજારો પરપ્રાંતીય મજુરો જે મોરબી પંથકમાં ગુનાખોરીમાં મોટો હિસ્સો ધરાવે છે અને આજે પણ આ તમામની પૂરી ઓળખ મેળવવા સુધી પોલીસ ડીપાર્ટમેન્ટ પહોચી શક્યું નથી તેવી મુખ્ય સમસ્યાઓના ઉકેલની જવાબદારી એસ.પી. શિરે આવી છે ત્યારે આ સમસ્યાઓ ઉકેલવાની દિશામાં તેઓ પરિણામલક્ષી કાર્યવાહી કરે તેવી મોરબીની જનતા ઈચ્છી રહી છે.

Comments
Loading...
WhatsApp chat