


મોરબી ના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબીબ ઓમ હોસ્પીટલ ડો. હીતેષ પટેલ દ્વારા એક મહીલા ની અન્નનળી મા ફસાયેલ ૧૨ સે.મી. લાંબો મટન નો ટુકડો સફળતા પૂર્વક દુર કરવામા આવ્યો હતો.
ઢુવા ગામના વતની એક મહીલા રાત્રે ભોજન કરી રહ્યા હતા દરમિયાન મટન નો લાંબો ટુકડો તેમની અન્નનળીમા અટવાઈ ગયો હતો અને મહીલા નો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો જેથી પરિસ્થિતી વધુ ગંભીર બની હતી. આ મહિલાને તાત્કાલિક પરિવારજનો દ્વારા તેમને મોરબીની કાન-નાક-ગળાની ઓમ હોસ્પીટલ ખાતે રાત્રે લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં ડો. હીતેષ ભાઈ પટેલે પરિસ્થિતી ની ગંભીરતા સમજી તાત્કાલીક ધોરણે એનેસ્થેટીક ડો. રૂપારેલીયા ની મદદ થી સર્જરી કરી હતી અને ૧૨ સે.મી. મટન નો ટુકડો દુર કરી મહીલા ને નવજીવન બક્ષ્યુ હતુ. મોરબી ના તબીબ ની સમય સુચકતા તેમજ દર્દી પ્રત્યે ની સહાનુભૂતિ દર્શાવી “ડોક્ટર આધુનિક સમય ના ભગવાન છે” તે ઉક્તિ સાર્થક કરી હતી. આ તકે ડો. હીતેષ પટેલ નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે જો અડધો કલાક નો વિલંબ થયો હોત તો પરિણામ દુ:ખદ આવી શકે તેમ હતુ. સફળ સર્જરી થયા બાદ પરિવારજનો એ રાહત નો શ્વાસ લીધો હતો