ડો. જયેશ સનારીયા ને આઈએમએ ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો એવોર્ડ એનાયત


તાજેતર મા ઈન્ડીયન મેડીકલ એશોસિયેશન ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નુ અધિવેશન GIMACON-2018 યોજવા મા આવ્યુ હતુ. જેમા તબિબી ક્ષેત્રે વિવિધ પ્રકાર ની કામગીરી કરનાર તબિબો ને એવોર્ડ એનાયત કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે મોરબી ના સ્કીન સ્પેશીયાલીસ્ટ-ડર્મેટોલોજીસ્ટ સ્પર્શ ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા ને વર્ષ દરમિયાન તબિબી ક્ષેત્રે તેમણે કરેલ કામગીરી બદલ ડો. પી.આર. ત્રિવેદી ફાઉન્ડેશન એવોર્ડ ગુજરાત રાજ્ય ના આરોગ્ય તેમજ કુટુંબ કલ્યાણ ખાતા ના ચિફ સેક્રેટરી આઈ.એ.એસ. અઘિકારી પૂનમચંદ ભાઈ પરમાર ના વરદ હસ્તે એનાયત કરવા મા આવ્યો છે.
આજ દીન સુધી આ એવોર્ડ સૌરાષ્ટ્ર ના કોઈ તબિબ ને મળ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ એવોર્ડ મા તબિબો એ કરેલ લોક કલ્યાણ, લોક જાગૃતિ, સ્કુલ હેલ્થ પ્રોગ્રામ, ગ્રામિણ વિસ્તાર મા જનજાગૃતિ, રસીકરણ દ્વારા રોગ નિવારણ, નિદાન કેમ્પ સહીત ના વિવિધ માપદંડો ને આધારે મુલ્યાંકન કરી આઈએમએ ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા એ આપવા મા આવે છે ત્યારે મોરબી ના તબિબે આ એવોર્ડ માટે પસંદગી પામી મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથક ને ગૌરવ અપાવ્યુ છે. તેમની આ સિધ્ધી બદલ ચોમેર થી શુભેચ્છાઓ તેમજ અભિનંદન ની વર્ષા થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. જયેશ સનારીયા ની સ્પર્શ ક્લીનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા ગુજરાત આઈએમએ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લીનીક એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો તે ઉપરાંત વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન મોરબી આઈએમએ દ્વારા બેસ્ટ એકેડેમિક એવોર્ડ પણ તાજેતર મા એનાયત કરવા મા આવેલ હતો.