મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ડો.અસ્મીતાબેનને પુસ્તક લખવા બદલ શુભેચ્છા પાઠવી

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશ જેતાપરીયાના બહેન ડો.અસ્મિતાબેન જેતપરિયા હાલ ગાંધીનગર ખાતે ફરજ બજવી રહ્યા છે.અસ્મીતાબેનને પોતાનું પુસ્તક “બાળ ઉછેર મનોવૈજ્ઞાનિક અભિગમ” લખેલું છે તેને વાંચીને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ પુસ્તક લખવા બદલ શુભેચ્છા આપી છે અને જણાવ્યું છે કે આ પુસ્તક સમાજ માટે માર્ગદર્શન રૂપ બની રહેશે.”કુમળો છોડ ,વાળીએ તેમ વળે”એ ઉક્તિ મુજબ બાળ-માનસને સમજવા અને સંસ્કારિત કરવામાં માતા-પિતા દ્વારા ઉછેર અભિગમ એક બાગબાનની ભૂમિકા જેવો જ છે.સારી આદતો અને સંસ્કારનું સિંચન,હેત અને હરખ તેમજ શિસ્તના સંતુલન સાથે થાયએ મહત્વનું છે.આ પુસ્તક લખવા બદલ ડો.અસ્મીતાબેન જેત્પરીયાને મોરબી ન્યુઝ શુભેચ્છા તરફથી શુભેચ્છા.

Comments
Loading...
WhatsApp chat