ગણિત-વિજ્ઞાન પ્રદર્શનીમા સાર્થક વિદ્યામંદિરની બમણી સિદ્ધિ

SVS-CRC બંને કક્ષાએ યોજાયેલ પ્રદર્શનીમાં પ્રથમ ક્રમ

હાલમાં પોર્ટરી સ્કૂલ ખાતે યોજાયેલ CRC કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સાર્થક વિદ્યામંદિરના ધો.6 અને 7 ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રોજેકટ ‘વર્ગમૂળ ઉકેલ’ પ્રથમ ક્રમે ઉતીર્ણ થયેલ છે ઉપરાંત ગત તા. 12/9/2018 ના રોજ ઉમા વિદ્યાસંકુલ ખાતે યોજાયેલ SVS કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ-3 માં ‘સ્મોક ફ્રી ઈન્ડિયા’ પ્રોજેકટને પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ છે.

આ તકે SVS કક્ષાના કન્વીનર સાણજા તથા CRC કક્ષાના કન્વીનર રાકેશભાઈએ સાર્થક વિદ્યામંદિર પરિવારને અભિનંદન પાઠવ્યા હતાં. આ વિદ્યાલયમાં બે વર્ષથી સાયન્સ, મેથ્સ ક્લબની સ્થાપના કરવામાં આવી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ગણિત-વિજ્ઞાન વિષયમાં ખેડાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેની આ ફળશ્રુતિ છે.
પ્

રવૃતિ શિક્ષણ માટે પ્રખ્યાત એવી સાર્થક વિદ્યામંદિરમાં શિક્ષણ વિભિન્ન અંગોને આવરી લેવામાં આવે છે. જેના પરિણામરૂપે વિદ્યાર્થીઓને પોતાના રસ-રુચિ મુજબના વિષયમાં માર્ગદર્શન મળી રહે છે. આવા પ્રકારની પ્રવૃતિઓને પ્રાયોગિક અભ્યાસમાં મૂકવા માટે શિક્ષકો અભિનંદનને પાત્ર છે. જે સફળતા બદલ શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવે છે.

Comments
Loading...
WhatsApp chat