મોરબી જીલ્લામાં ભાજપનો મહિલા મોરચો કરશે ડોર ટૂ ડોર પ્રચાર

લોકસભા ચુંટણીની મહિલા મોરચાને જવાબદારી સોપાઈ

        લોકસભા ચુંટણીના પડધમ વાગી રહયા છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા જીલ્લાના મહિલા મોરચાના હોદેદારોને ડોર ટૂ ડોર પ્રચાર સહિતની જવાબદારી સોપવામાં આવી છે અને મહિલા મોરચો પણ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર કરશે 

        મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા દ્વારા લોકસભા ચુંટણીને ધ્યાને લઈને મોરબી જીલ્લાના મંડલ દીઠ મહિલા અગ્રણીને જવાબદારી સોપવામાં આવી છે જેમાં મોરબી શહેરની જવાબદારી હંસાબેન ઠાકર, મોરબી તાલુકાની હંસાબેન પારઘીને, વાંકાનેર શહેર દેવિકાબેન મહેતા, વાંકાનેર તાલુકાની સંગીતાબેન વોરા, ટંકારા તાલુકાની મંજુલાબેન દેત્રોજા અને માળિયા તાલુકાની હીનાબેન ઓડીયા તેમજ હળવદ શહેરની જવાબદારી જશુબેન પટેલને સોપવામાં આવી છે

        મોરબી જીલ્લામાં ચુંટણી પ્રચારમાં મહિલા મોરચાની બહેનો મહિલા કાર્યકર્તાઓને સાથે રાખીને સમગ્ર મંડલ વિસ્તારમાં ડોર ટૂ ડોર પ્રચાર-પ્રસાર, પત્રિકા વિતરણ કરશે અને પ્રચારમાં મહિલા મોરચાની શક્તિનો પરિચય આપશે

Comments
Loading...
WhatsApp chat