Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ શહેરને સ્વચ્છ બનાવવા ૮ નવા વાહન કરશે ડોર ટુ ડોર કલેકશન : પાલીકા પ્રમુખ

પૂર્વ રાજયમંત્રીના હસ્તે નવા વાહનોને અપાઈ લીલીઝંડી : પાલીકા પ્રમુખ સહિત સભ્યો અને કર્મચારીગણ રહ્યા ઉપસ્થિત

 

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત રાજય સરકાર તેમજ હળવદ પાલીકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા આઠ નવા વાહનોની ખરીદી કરી પૂર્વ રાજયમંત્રીના હસ્તે લીલીઝંડી આપવામાં આવી હતી. હળવદ શહેરના તમામ વોર્ડમાં નવા ખરીદાયેલા આઠ વાહનોથી કચરાનું નિકાલ કરવામાં આવશે જેથી હવે શહેરવાસીઓને થતી ગંદકીની સમસ્યામાંથી છુટકારો મળશે. ઉપરાંત હળવદ નગરપાલીકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા નવા વાહન મારફતે વિશેષ કામગીરી આરંભાતા નગરજનોને આગામી દિવસોમાં કચરાની સમસ્યા માટે હેલ્પલાઈન નંબર મુકવામાં આવશે.

 

હળવદ શહેરને સ્વચ્છ બનાવવા પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયાના અથાગ પ્રયત્નથી રાજય સરકારે હળવદ પાલીકાને નવા ચાર વાહન ફાળવ્યા છે તેમજ હળવદ નગરપાલીકા દ્વારા અન્ય ચાર વાહન મુકાતા કુલ આઠ વાહન મારફતે શહેરમાં ડોર ટુ ડોર વાહન કલેકશન દ્વારા કચરો ઉપાડવાની કામગીરી હાથ ધરાશે. હળવદ શહેરને સ્વચ્છ બનાવવા પૂર્વ રાજયમંત્રી જયંતીભાઈ કવાડીયા અને પાલીકા પ્રમુખ હિનાબેન રાવલ દ્વારા ડોર ટુ ડોર કલેકશન કરવા પાંચ છોટા હાથી (રિક્ષા) અને ત્રણ ટ્રેકટરને લીલીઝંડી આપી હતી.

 

આ પ્રસંગેં  બિપીનભાઈ દવે, અજયભાઈ રાવલ, રણછોડભાઈ દલવાડી, પાલીકા ઉપ પ્રમુખ જયેશ પટેલ, એ, ટી, રાવલ, રમેશભાઈ ભગત, સંદીપ પટેલ, રમેશ પટેલ ,દાદાભાઈ ડાંગર, તેમજ પાલીકાના ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા સહિત પાલીકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં પાલીકા પ્રમુખ હિનાબેન રાવલએ જણાવ્યું હતું કે, નવા ખરીદાયેલા વાહનો મારફતે શહેરના જુદાજુદા વિસ્તારમાં ડોર ટુ ડોર કલેકશન કરવામાં આવશે. ઉપરાંત હળવદ નગરપાલીકા દ્વારા ડોર ટુ ડોર કલેકશન તેમજ ગંદકી, કચરાની સમસ્યા માટે નગરજનો હેલ્પલાઈન નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી શકશે.

 

 

Comments
Loading...
WhatsApp chat