


મોરબી નજીકના નાની વાવડી ગામે આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના હોય જોકે સરકારના અધિકારીઓ પાસે ગ્રામસભામાં જવાનો સમય ના હોય તેમજ સમસ્યાઓ ઉકેલવામાં રસ ના હોય તેમ અધિકારીઓ ડોકાયા ના હતા અને ગ્રામસભા જ મોકૂફ રાખવાની ફરજ પડી હતી
મોરબીના નાની વાવડી ગામમાં આજે સવારે ગ્રામસભા અને મીની ટ્રેક્ટરના લોક્પર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે ધારાસભ્ય ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા, કોંગ્રેસ અગ્રણી કે ડી પડસુંબીયા, ટીડીઓ અને ટીપીઓ ઉપસ્થિત રહ્યા હતા જોકે સરકારી વિભાગના રેવન્યુ, પશુપાલન સિંચાઈ અને મામલતદાર ઓફીસના કોઈ અધિકારી ગ્રામસભામાં પહોંચ્યા ના હતા અને વિવિધ પ્રશ્નો અંગેની રજુઆતો કર્યા બાદ જે તે વિભાગના અધિકારીઓની હાજરીમાં તેના ઉકેલ માટે ચર્ચા કરવાની હોય
પરંતુ અધિકારીઓ જ ઉપસ્થિત ના હોય જેથી ગ્રામસભાનો કોઈ અર્થ રહેતો ના હોય જેથી ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સભા મોકૂફ રાખી હતી અને ગ્રામજનોએ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો અને આ તકે જીલ્લા કલેકટરને ફોન કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા હતા જોકે સરકારી અધિકારીઓને ગ્રામ્ય લોકોની સમસ્યામાં રસ ના હોય તેવો ઘાટ સર્જાયો હતો જેથી ભારોભાર રોષ જોવા મળ્યો હતો