વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મારામારી બાદ ડોક્ટર રજા પર ઉતર્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ડોકટરે ફરજમાં રૂકાવટ અને મારામારીની કરી છે ફરિયાદ 

        વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને ભાજપ આગેવાને વૃધ્ધો માટેના પેન્શન યોજના અંગે બોલાચાલી કરી ડોક્ટરને ફડાકા મારી ફરજમાં રૂકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદ બાદ પોલીસે ભાજપ અગ્રણીની શોધખોળ ચલાવી છે  

        વાંકાનેરની સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક જયદીપ મનસુખભાઈ ગોસાઈએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ભાજપ આગેવાન અને પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ જીતુભાઈ કાન્તિલાલ સોમાણીએ વૃદ્ધ પેન્શન યોજનાના ઉમરના દાખલા કાઢવા બાબતે બોલાચાલી કરી તેને ગાળો બોલી કાઠલો પકડી બળજબરીથી ઓપીડી બહાર કાઢી ઢસડી લાવી ફરજમાં રૂકાવટ કરી હતી તેમજ ફડાકા મારી મર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષકની ફરિયાદ નોંધી વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઈ એચ કે રાઠોડ ચલાવી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચલાવી છે જોકે હજુ સુધી આરોપી પોલીસને હાથ લાગ્યો નથી

ભોગ બનનાર ડોક્ટર રજા પર ઉતરી ગયા

        સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાથે ભાજપ આગેવાનની મારામારીની ઘટના બાદ ડોક્ટર રજા પર ઉતરી ગયા છે તે ઉપરાંત બનાવ અંગે ઇન્ડિયન મેડીકલ એસો મોરબીની મીટીંગ યોજાઈ હતી જેમાં ડોકટરે સમગ્ર બનાવની જાણ કરી હતી જેને પગલે આ અંગે ગુજરાત આઈએમએને રીપોર્ટ કરવામાં આવ્યો છે અને સુચના મળ્યા બાદ આગળ કાર્યવાહી કરાશે તેમ આઈએમએ મોરબી પ્રેસિડેન્ટ ડો. કેતન હિન્ડોચાએ જણાવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat