મોરબી : ડોક્ટર પરના હુમલાના વિરોધમાં બાઈક રેલી-આવેદન, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આઈએમએના ડોક્ટરોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

        તાજેતરમાં વાંકાનેરમાં ડોક્ટર પર હુમલો કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે બનાવની પોલીસ ફરિયાદ બાદ પણ આરોપીની અટકાયત કરવામાં આવી નથી ત્યારે આજે મોરબી આઈએમએ દ્વારા બાઈક રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું

        ઇન્ડિયન મેડીકલ એસો મોરબી દ્વારા આજે રવાપર રોડથી બાઈક રેલી યોજી જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં કલેકટરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે ડોકટરો પરના હુમલા વધી રહ્યા છે તાજેતરમાં વાંકાનેરમાં સરકારી ડોક્ટર પર હુમલો કરાયો છે જે ઘટનાને આઈએમએ મોરબીના ડોકટરો સખ્ત શબ્દોમાં વખોડે છે તેમજ આ બનાવની મોરબી બ્રાંચ ઉપરાંત ઇન્ડિયન મેડીકલ એસો ગુજરાત સ્ટેટ અને નેશનલ લેવલે નોંધ લેવાઈ છે ડોક્ટર પર અવારનવાર હુમલા કરાય છે ત્યારે જીલ્લા કલેકટર આ મામલે ધ્યાન આપે અને ડોક્ટર પર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત ડો જે એમ ગોસાઈ અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat