Billboard ad 1150*250

માળિયા મામલતદાર કચેરીમાં નાગરિકોના કામ કરો, નહિ તો તાળાબંધી

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો  https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews 

માળિયા તાલુકા સરપંચ એસો દ્વારા આવેદન આપી ચીમકી

Post ad 2

        માળિયા મામલતદાર કચેરીમાં પ્રજાના કામો સમયસર થતા ના હોય જેથી અરજદારો ધક્કા ખાય છે જેથી આ મામલે તાલુકા સરપંચ એસો દ્વારા આવેદન પાઠવી પ્રજાહિતના કામો કરવા અલ્ટીમેટમ આપ્યું છે અને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે

        સરપંચ એસો માળિયા (મી.) તાલુકા દ્વારા માળિયા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે માળિયા મામલતદાર કચેરીમાં પ્રજાલક્ષી કામો થતા નથી કચેરીમાં આધારકાર્ડની કામગીરી, પુરવઠા વિભાગમાં રેશનકાર્ડના કામો, આવક જાતિના દાખલાની કામગીરી સહિતના કામો લાંબા સમયથી ચાલુ નથી જેથી ગામડામાંથી આવતા અરજદારો રઝળી પડે છે નેટ અને કોમ્પ્યુટર ચાલુ ના હોવાને લીધે નાગરિકોને ધક્કા થાય છે અને નાણા તેમજ સમયનો વ્યય થઇ રહ્યો છે જેથી તા. ૧૯ સુધીમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ થાય તેવા પગલા ભરવા અલ્ટીમેટમ આપ્યું છે અન્યથા તા ૨૦ ના રોજ કચેરીને તાળાબંધી કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat