અકસ્માતે ઈજાગ્રસ્ત શ્રમિક યુવાનને ક્રિષ્ના હોસ્પીટલના ડોકટરોએ આપી દિવાળીની અનોખી ભેટ

મોરબી સિરામિક ફેકટરીમાં કામ કરતા દર્દીનો હાથ મશીનમાં આવી ગયો હતો . દર્દીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે સૌપ્રથમ લઇ ગયા હતા. ત્યાંથી તેમને સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલોમાં જ તેમનો ઈલાજ થઈ શકશે એવું કહેવામાં આવ્યું. પછી તેઓ જામનગરની મોટી ખાનગી હોસ્પીટલમાં ગયા ત્યાં પણ તેઓને નિરાશા મળી . અને ત્યાના ડોકટરે પણ દર્દીનો હાથ કાપવાની જ સલાહ આપેલ અને બચવાની શક્યતા જ નથી તેવું જણાવેલ . દર્દીના સગાએ જે ફેકટરીમાં કામ કરતા તેમના શેઠને ફોન કર્યો

ત્યાર બાદ તેમના શેઠે મોરબીના ડો.વિનોદ કૈલા જોડે વાત કરીને દર્દીને મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલે લાવવામાં આવેલ.હોસ્પિટલ માં આવ્યા બાદ તરત જ ડો. વિનોદ કૈલા, ડો પ્રહલાદ ઉઘરેજા, ડો સાગર ગામઢા, ડો ભાલોડીયા , ડો હિતેશ ઠુમર અને તેમની ટીમે દર્દીને પાંચ કલાકની મહા મહેનત બાદ આવી સર્જરી ને સફળતાપૂર્વક પાર પાડી જેમાં, લોહીની નસ, ચેતાતંતુની નસ ,ભાંગેલા હાડકા અને સ્નાયુને રીપેર કરવામાં આવ્યા.ઓપરેશન પછી એમને આઈ.સી.યુ.વિભાગ માં ડો.ભરત કૈલા,ડો,ધર્મેશ ભાલોડીયા,અને ડો ચિરાગ આદ્રોજા, (એમ.ડી.મેડીસીન) ની ટીમ હેઠળ સારવાર આપવામાં આવી હતી.૧૨ દિવસ બાદ દર્દીને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી . દિવાળી પર દર્દી પોતે તેના હાથેથી દીવડો પ્રગટાવે એજ ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલની ટીમ માટે દિવાળીની સૌથી મોટી ભેટ છે.

Comments
Loading...
WhatsApp chat