Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની બહેનો આર્મીના જવાનોને મોકલશે દિવાળીના કાર્ડ- શુભેચ્છા સંદેશ

આર્મીના જવાનોનો આભાર વ્યક્ત કરતા સંદેશાઓ મોકલાશે

મોરબીનું આદર્શ મહિલા ગ્રુપ અને બગથળા ગામની બહેનો દ્વારા દિવાળીના તહેવાર નિમિતે આર્મીના જવાનોને શુભેચ્છા કાર્ડ મોક્લાવની તૈયારી કરવામાં આવી રહી છે. દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપવા માટે હરહમેશ તૈયાર રહેતા આર્મીના જવાનોને પણ દિવાળીની શુભકામનાઓ મોકલવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મોરબીની અવધ ૪ સોસાયટીના રહેવાસી બરાસરા ધરતીબેનના જણાવ્યા અનુસાર થોડા દિવસો પૂર્વે તેને મોરબીના આયોજિત આ છે સીઆચેન કાર્યક્રમમાં ભાગ લીધો હતો ત્યારે દેશની સુરક્ષા કરતા જવાનો કેટલી તકલીફો વેઠીને દેશની સરહદોનું રક્ષણ કરે છે તેનો ખ્યાલ આવ્યો હતો. સરહદ પર સતત પહેરો ભરતા જવાનોને કારણે જ આપણે શાંતિથી જીવી શકીએ છીએ અને તમામ તહેવારોની ઉજવણી સુરક્ષિત માહોલમાં કરી શકીએ છીએ ત્યારે આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવવાનો વિચાર આવ્યો હતો જેથી ભલે ત્યાં રૂબરૂ ના જઈ સકાય પરંતુ આર્મીના જવાનોને દિવાળીનો શુભેચ્છા સંદેશ તો મોકલી સકાય છે. તેમ નક્કી કરીને બહેનોએ વિવિધ કાર્ડ તૈયાર કરવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં ૧૦૦ જેટલા કાર્ડ તૈયાર થઈ ચુક્યા છે તો હજુ નવરાત્રી બાદ કાર્ડ આમીના જવાનોને મોકલવાના હોય જેથી આ સંખ્યા બમણી થઇ જશે તેમ પણ જણાવ્યું હતું.આમીના જવાનો માટે બહેનો કાર્ડ તૈયાર કરી રહી છે જેમાં કેટલાક કાર્ડ માં સુંદર ચિત્ર, દિવાળીની શુભેચ્છા પાઠવવા ઉપરાંત મુખ્યત્વે આર્મીના જવાનોનો આભાર વ્યક્ત કરતા સંદેશાઓ મોકલવામાં આવશે. તેનીં કાર્યનિષ્ઠા અને સતત સીમાઓના રક્ષણથી જ દેશ સુરક્ષિત છે તેવા આભાર વ્યક્ત કરતા સંદેશ મોકલીને દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવશે.

Comments
Loading...
WhatsApp chat