દિવાળીનું બોનસ : મોરબી જીલ્લાના ૨૧ પોલીસકર્મીઓને બઢતી

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા દિવાળી પૂર્વે જ પોલીસ કર્મચારીઓને બઢતીનું પ્રમોશન આપેલ છે. જેમાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૨૧ કોન્સ્ટેબલને પ્રમોશન આપવામાં આવ્યા છે. જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ દ્વારા બઢતી આપવામાં આવી છે. જેમાં હથિયારધાર્રી કોન્સ્ટેબલને કોન્સ્ટેબલ કિશોરભાઈ શેરશીયા, જીતેન્દ્રકુમાર ભાલોડીયા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, ધીરજભાઈ પરમાર, ભરતભાઈ બાવળિયા, ચમનભાઈ ચાવડા અને પંકજભાઈ નાગલાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દેવાયતભાઈ ગોહેલ, સુરેશચંદ્ર હુંબલ, મહેન્દ્રસિંહ ઝાલા, નારણભાઈ છૈયા, પ્રવીણસંગ બનેસંગ ઝાલા, રસિક પટેલ, મુસ્તાક જીકરશા ભટ્ટી, નગીનદાસ નિમાવત, વિજયકુમાર છાસિયા, નવનીતકુમાર કાસુન્દ્રા,પ્રફુલ કુમાર પરમાર, મયુરધ્વજસિંહ જાડેજા અને જીગ્નેશ મિયાત્રા એમ ૧૩ અનાર્મ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat