


મોરબી જીલ્લા પોલીસવડા તરીકે ચાર્જ સાંભળ્યા બાદ જીલ્લા એસપી ડો. કરણરાજ વાઘેલાએ મોરબીના પ્રાણ પ્રશ્ન સમાન ટ્રાફિક સમસ્યા પર ફોકસ કરીને ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી જેમાં વાહનોના ચેકિંગ તેમજ દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી.
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલાએ મોરબીની મુખ્ય સમસ્યા ટ્રાફિક ને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી સોમવારના રોજ સાંજ હી રાત્રી દરમિયાન યોજાયેલી ડ્રાઈવમાં ડીવાયએસપી બન્નો જોષી અને પી.આઈ. પીએસઆઈ સહિતની ટીમને સાથે રાખીને ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લામાં કુલ ૫૭૪ વાહન ચેકિંગ કરવામાં આવેલ તેમજ વધુ સ્પીડે વાહન ચલાવતા ૧૩ સામે અને અડચણરૂપ રાખેલ ૧૪ વાહનચાલકો ઉપરાંત વાહનના જરૂરી દસ્તાવેજો સાથે ના રાખેલ ૭૭ ઈસમો વિરુદ્ધ કેસો કરવામાં આવ્યા હતા
અન્ય ટ્રાફિક નિયમ ભંગના જેવા કે શીટ બેલ્ટ અને હેલ્મેટ નહિ પહેરવાના અને બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ મળી ૩૨૫ વાહનોને સ્થળ પર દનાદ ફટકારી ૬૪,૩૦૦ ના દંડની રકમ વસુલ કરવામાં આવી હતી નવા એસપીએ ચાર્જ સંભાળતાની સાથે જ મોરબીના પ્રાણ પ્રશ્ન માટે કામગીરી શરુ કરી છે જેથી નાગરિકોએ પણ કામગીરીને બિરદાવી છે.