મોરબીમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કેમ્પમાં જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ રક્તદાન કર્યું

રક્તદાન કરવા સૌને કરી અપીલ, સામાજિક જવાબદારી નિભાવવા આહ્વાન

મોરબીમાં જીલ્લા પોલીસ અને ટીટીસી એકેડેમી રાજકોટના સહયોગથી જીપીએસસી ક્લાસ ૧ અને ૨ ના ફ્રી કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે જે વિદ્યાર્થીઓ દ્વારા આજે સ્વામીનારાયણ બ્લડ બેંક ખતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું

જેમાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું તે ઉપરાંત જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા પણ રક્તદાન કરવા પહોંચ્યા હતા અને રક્તદાન કરીને યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી જીલ્લા એસપીએ જણાવ્યું હતું કે અકસ્માતના બનાવોમાં તેમજ થેલેસેમિયા જેવા રોગોમાં લોહીની ખુબ જરૂરત રહેતી હોય છે જેથી તેઓ પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી રક્તદાન કરી રહ્યા છે અને ચાર વખત રક્તદાન કર્યું છે તો આજે વિદ્યાર્થીઓને પણ રક્તદાન કેમ્પના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા

તો સંસ્કારધામ ખાતે ફ્રી કોચિંગ કેમ્પ ચાલી રહ્યા છે અને જીપીએસસીના વિદ્યાર્થીઓ આગામી સમયમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે પૂર્વ સ્વામીનારાયણ ઇમેજિંગ સેન્ટરનું ઋણ ચુકવ્યું હતું અને રક્તદાન કેમ્પ યોજી સામાજિક જવાબદારી પ્રત્યેની સભાનતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી ઉપરાંત વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું

Comments
Loading...
WhatsApp chat