


ગત તા.20-21ને રવિવાર અને સોમવાર એમ બે દિવસ જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જીલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા રફાળેશ્વર લોકમેળામાં જાહેર જનસમુદાયને વિવિધ માહિતી મળી રહે તે માટે અંદાજીત 300 થી વધુ લોકોને જીલ્લા સમાજ સુરક્ષા અને જીલ્લા બાળ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓની માહિતી આપવા અને તે અંગેની પત્રીકા તથા ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા જીલ્લા સમાજ સુરક્ષા અને જીલ્લા બાળ સુરક્ષા વિભાગના સુનીલભાઈ રાઠોડ. મકવાણા રંજનબેન,હિમાંશુભાઈ જાની,સમીરભાઇ લધડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમની જહેમત મકવાણા રંજનબેન અને જાની હિમાંશુભાઇ ઉઠાવી હતી.

