


આજે લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે જીલ્લા પોલીસ દ્વારા એકતા દિવસ માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી જેમાં જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા
એકતા દિવસ નિમિતે મોરબી જીલ્લા પોલીસ દ્વારા આજે બેન્ડ બાજા સાથે માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી જેમાં જીલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા, જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા, જીલ્લા અધિક કલેકટર કેતનભાઈ જોષી, પ્રાંત અધિકારી શિવરાજસિંહ ખાચર, ડીવાયએસપી ચૌધરી સહિતના અધિકારીઓ અને પોલીસના જવાનો જોડાયા હતા માર્ચ પાસ્ટ નવા બસ સ્ટેન્ડ ખાતેના સરદાર પટેલની પ્રતિમાથી શરુ કરવામાં આવી હતી જે શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી અને ગાંધી ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી