Billboard ad 1150*250 Billboard ad 1150*250

દારૂની સપ્લાયમાં ઝડપાયેલ પોલીસ કોન્સ્ટેબલને જીલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યો

                                                                                                   વાંકાનેરના વિરપર ગામે પાસેથી આર.આર.સેલ દ્વારા પાચ દવિસ પેહલા દારૂ જથો સાથે બે શખ્શોને ઝડપી લીધા હતા. અન્ય આરોપી ના નામ ખુલતા તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે અને તપાસમાં આ દારૂની સપ્લાયમાં વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે નું નામ ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. જને પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

                                                                                                     બનાવની મળતી વિગત મુજબ ગત તારીખ ૧૦ ના રોજ વાંકાનેર તાલુકાના વીરપર ગામે કન્યા શાળાની સામે આવેલ ઓરડીમાંથી રાજકોટ રેન્જ આર.આર.સેલ દ્વારા દરોડો પાડી દેશી દારૂ ૪૬૩ લીટર કબજે કરવામાં આવેલ સાથે બે મોટર સાયકલ અને બે મોબાઇલ કબજે કરી આરોપી કાનાભાઇ બાવરવા અને હરજીભાઈ બાવરવા ની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરેલ.

 

                                                                                                     આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પી.એસ.આઇ જી. આર. ગઢવી દ્વારા ચલાવાતા જેમાં માટેલ ના મનીષ ઉર્ફે માંડળ બાવરવા અને જયશ્રીબેન ભુપતભાઈ પાટડિયા નું નામ ખુલેલ તેમજ રેડ દરમિયાન આરોપી સંજય ધીરુભાઈ અને દીપક બંને ભાગી ગયેલ હોય બંનેની ધરપકડ કરી વધુ તપાસ કરતા આ માલ વાંકાનેર તાલુકા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બળવંતભાઈ જીવણભાઈ સાપરા તેમની વેગનઆર ગાડી માં આપી ગયાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી વેગનઆર ગાડી તેમજ બે મોબાઇલ કબજે લઇ વધુ તપાસ શરુ કરી હતી જેમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ ને જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી પોલીસે બેડામાં ચકચાર મચી છે

Comments
Loading...
WhatsApp chat