



મોરબી જીલ્લામાં ઓછો વરસાદ થતા ખેડૂતો, માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો પીવાના પાણીની વિકટ પરિસ્થિતિને પગલે જીલ્લા પંચાયત પ્રમુખે મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે મોરબી જીલ્લામાં જુન જુલાઈ માસમાં નહીવત વરસાદ થયો છે અને તે સિવાય જેટલો વરસાદ થયો છે તે લાંબા અંતરે એટલે કે ઘણા તુતમાં વરસાદ થયો છે જેને પગલે ખેડૂતોના બે બે વખત વાવેતર નિષ્ફળ ગયા છે ચાલુ વર્ષે નર્મદા કેનાલમાં પણ મોરબી જિલ્લાને પાણી મળેલ નથી
આવા સંજોગોમાં મોરબી જીલ્લામાં લગભગ તમામ ગામોમાં પાક નિષ્ફળ ગયા છે જેથી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પ્રતિકુળ પરિસ્થિતિ મુજબ જાહેરનામું બહાર પાડવાની માંગ કરવામાં આવી છે



