


હળવદની સાંદીપની વિધાલય ખાતે જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભની કબડી સ્પર્ધા યોજાઈ હતી.જીલ્લા કક્ષાની કબડીસ્પર્ધામાં મોરબી,ટંકારા,વાંકાનેર,માળિયા અને હળવદની વિજેતા અને પસંદગી મળી એમ કુલ ૧૦ ટીમોએ અન્ડર-૧૪ માં ભાગ લીધો હતો.જેમાં અન્ડર-૧૪ કબડી સ્પર્ધામાં પાંડાતીરથ પ્રાથમિક શાળા ચેમ્પિયન બની હતી.આ સ્પર્ધામાં વિજેતા બનેલ પાંડા તીરથ પ્રાથમિક શાળા આગામી સમયમાં રાજ્યકક્ષાએ અન્ડર-૧૪માં ભાગ લેશે.

