

મોરબી જીલ્લા કક્ષાનો માધ્યમિક અને ઉ. માધ્યમિક વિભાગનો વિજ્ઞાન ગણિત પ્રદર્શન સર્વોપરી સંકુલમાં યોજાયો હતો જે ત્રણ દિવસીય પ્રદર્શનનું ઉદ્ઘાટન જીલ્લા શિક્ષણાધિકારી બી.એન. દવેનાં હસ્તે કરવામાં આવ્યું હતું
જીલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જીલ્લાની ૨૫ શાળાના ૫૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું પ્રદર્શનમાં જીલ્લાની કુલ ૪૯ જેટલી શાળાઓએ પોતાની કૃતિ રજુ કરી હતી વિજ્ઞાન ગણિત પ્રદર્શનના સમાપન સમારોહમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
વિજ્ઞાન ગણિત પ્રદર્શનને સફળ બનાવવા માટે કન્વીનર નરેશભાઈ સાણજા, અતુલભાઈ પાડલીયા, શાળાના કેમ્પસ ડાયરેક્ટર દિલીપભાઈ ગઢિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી



