સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં આવતીકાલથી જીલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન

મોરબીના નવા સાદુળકા નજીકની સર્વોપરી વિદ્યા સંકુલમાં તા.૨૭ થી ૨૯ સુધી જિલ્લા કક્ષાના ત્રી દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનનું ઉદઘાટન જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવશે.

મોરબી જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન તા.૨૭ને ગુરુવારે બપોરે ૩ કલાકે યોજાશે. સમારોહમાં જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા , પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, એડિશનલ કલેક્ટર કેતનભાઇ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. ચેતનાબેન સી. વ્યાસ, શિક્ષણ નિરીક્ષક એન.વી.રાણીપા, એ.ઇ.આઈ. ધર્મીષ્ઠાબેન કડીવાર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ મનોજભાઈ ઓગણજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિ પ્રદર્શનનો સમય તા.૨૭ના રોજ બપોરે ૪ થી ૫:૩૦, તા.૨૮ના રોજ સવારે ૮ થી ૧૨ કલાક, બપોરે ૨ થી ૫:૩૦ કલાક, તા.૨૯ના રોજ સવારે ૮ થી બપોરે ૨:૩૦ કલાક રાખવામાં આવ્યો છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનો સમાપન સમારોહ તા.૨૯ને બપોરે ૩ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, મામલતદાર સહિતના ઉપસ્થિત રહેશે. પ્રદર્શનનો લાભ લેવા અતુલભાઈ પાડલીયા,દિલીપભાઈ ગઢીયા સહિતના આયોજ્કોએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat