



વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫ મી ઓગષ્ટે હિન્દ છોડો આંદોલનના ૭૫ વર્ષ પુરા થતા તેની ઉજવણીના ભાગરૂપે આજે મોરબી ખાતે જિલ્લા કક્ષાનું સંમેલન યોજાયું હતું જેમાં સમગ્ર જિલ્લાના ગ્રામપંચાયતના સરપંચો અને ચૂંટાયેલા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા,આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખટાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમેલનમા 2022 સુધીમાં નવા ભારતનું નિર્માણ કરવા હોદ્દેદારોએ 15 સંકલ્પ લીધા હતા જેમાં સ્વચ્છ ભારત ગરીબી મુક્ત, ભ્રષ્ટાચાર મુકત, આંતકવાદ મુક્ત, જાતિવાદ મુક્ત ભારત નિર્માણ કરવા સહિતના 15 સંકલ્પો લેવડવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું ઉદઘાટન રાજયમંત્રી જયન્તિભાઈ કવાડિયા કર્યું હતુ. કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મહમદ જાવીદ પીરજાદા ,બાવનજીભાઈ મેતલીયા, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

