


આઝાદીના અમૃત મહોત્સવ જી ૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત તેમજ જીલ્લા વિકાસ રમત અધિકારી કચેરી મોરબી દ્વારા ટંકારાની હરબટીયાલી હાઈસ્કૂલ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં એથલેટીક્સ દોડ, રસ્સાખેંચજેવી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં સીનીયર સીટીઝન રસાખેંચ માં ટંકારા, ભૂતકોટડા, હરીપર, પ્રભુનગર અને હરબટીયાળી વચ્ચેની રમતમાં હરબટીયાળીની બહેનો વિજેતા થઇ હતી જેઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રમત અધિકારી રવિભાઈ ચૌધરી એથલેન્ટિક્સ કોચ, હરેશભાઈ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના મોરબી જિલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી તેમજ શ્રી હરબટીયાળી હાઈસ્કૂલના આચાર્ય રોહિતભાઈ મુછારાએ કર્યું હતું. તેમજ તરૂણાબેન ઢેઢી, રસ્મિતાબેન ભાગીયાઅને મિતલબેન સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

