

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
સમગ્ર ગુજરાતમાં જ્યારે સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વૃક્ષારોપણ થકી ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતના સુત્રને સાર્થક કરવા માટે ૭૦માં વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે. જાડેજાના અધ્યક્ષપદે યોજાશે.
મોરબી જિલ્લા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ આગામી ૪ ઓગષ્ટ રવિવારના હળવદ તાલુકાના જુના દેવળીયા ખાતે પટેલ સમાજવાડી મધ્યે યોજાશે. વન મહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગ આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા તેમજ મુખ્ય વન સંરક્ષક તકેદારી, ગાંધીનગરના એફ. એલ. ખુબાંગ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, વાંકાનેરના ધારાસભ્ય મહમદજાવિદ પીરઝાદા, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઇ કગથરા, કાલાવાડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુસડીયા સહિતના અગ્રણીઓ ૭૦માં વન મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી થશે.
મોરબી જિલ્લા કક્ષાના આ ૭૦માં વન મહોત્સવમાં પધારવા મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા તેમજ મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક એમ.એમ. ભાલોડીએ નિમંત્રણ પાઠવ્યું છે.



