


ખેલ મહાકુંભ ૨૦૧૭ માં મોરબી જીલ્લાની એથ્લેટીકસ સ્પર્ધા ઉમા છાત્રાલય હળવદ ખાતે યોજાઈ હતી.જેમાં સરદાર પટેલ વિધાલય હળવદના વિધાર્થીઓ જુદી-જુદી ઇવેન્ટમાં નંબર પ્રાપ્ત કરી સ્કુલનું ગૌરવ વધાર્યું હતું.અન્ડર-૧૭ વિભાગમાં ચક્રફેક/ગોળાફેકમાં ખેર કુલદીપએ જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.૧૫૦૦ મીટર દોડમાં વિજય સાપડા પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.ત્રિપલ જંપ તથા ૨૦૦ મીટર દોડમાં બીજા નંબરે ચૌહાણ નીતિન અને ઝાલા હર્ષરાજસિંહ કરેલ છે.તેમજ અન્ડર-૧૧ વિભાગમા ભોજની પૂજન સ્ટેન્ડિંગ બોર્ડ જમ્પમાં જીલ્લામાં બીજો નંબર મેળવેલ છે.જયારે ૪-૧૪ વિભાગમાં ડાંગર જીગ્નેશે ઉચીકુદમાં જીલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો હતો.બધાજ વિધાર્થીઓ રાજ્યકક્ષાની એથલેટીક્સ સ્પર્ધામાં ગોધરા મુકામે રમવા જશે.સરદાર પટેલ વિધાર્થીઓએ અન્ડર -૧૭ ખો-ખો સ્પર્ધામાં જીલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો હતો.આ તમામ વિધાર્થીઓને સરદાર પટેલ સ્કુલના આચાર્ય ટ્રસ્ટી અને પી.ટી.અધ્યાપક રોહિતભાઈ,સામીયાદભાઈએ વિધાર્થીઓને સ્કુલનું નામ રોશન કરવા માટે અભુનંદન પાઠવ્યા હતા.